#IndiaKaDNA: UPમાં તબલીગી જમાત બની પડકાર: CM યોગી આદિત્યનાથ
દેશને દિશા આપનાર ભારતનો નંબર વન કાર્યક્રમ `ઈન્ડિયા કા DNA` ઈ-કોન્ક્લેવનું આજે આયોજન થયું છે. કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા, અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ ભાગ લેશે.
નવી દિલ્હી: દેશને દિશા આપનાર ભારતનો નંબર વન કાર્યક્રમ 'ઈન્ડિયા કા DNA' ઈ-કોન્ક્લેવનું આજે આયોજન થયું છે. કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા, અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ ભાગ લેશે. કાર્યક્રમની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કહ્યું કે કોરોના વિરુદ્ધ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર યોગીના નેતૃત્વમાં યોગ્ય સમયે જે નિર્ણય લેવાયો તેનાથી સ્થિતિ ઘણી નિયંત્રણમાં રહી. પ્રધાનમંત્રીજીનું માર્ગદર્શન અમારા માટે મહત્વપૂર્ણ રહ્યું.
પીએમ મોદીએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો-યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કહ્યું કે કોરોના વિરુદ્ધ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર યોગીના નેતૃત્વમાં યોગ્ય સમયે જે નિર્ણય લેવાયો તેનાથી સ્થિતિ ઘણી નિયંત્રણમાં રહી. પ્રધાનમંત્રીજીનું માર્ગદર્શન અમારા માટે મહત્વપૂર્ણ રહ્યું.
Zee Newના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી સાથે વાતચીતમાં યોગી આદિત્યનાથે કહ્યું કે કોરોના વિરુદ્ધની તૈયારીઓ માર્ચથી જ શરૂ થઈ ગઈ હતી. યુપીમાં કોરોનાની તપાસ માટે 32 લેબ છે.
સીએમ યોગીએ કહ્યું કે યુપીમાં તબલીગી જમાત પડકાર બન્યો. તબલીગી જમાતના લોકોએ બીમારી છૂપાવી, કાયદા વિરુદ્ધ કામ કરનારાઓએ કિંમત ચૂકવવી પડશે.
તેમણે કહ્યું કે કોરોના સંકટમાં કોંગ્રેસ પરિવાર ક્યાંય જોવા મળ્યો નહીં. સંકટમાં તેમની ખલનાયિકીનું ચરિત્ર જોવા મળ્યું. કોંગ્રેસે ક્યાંય બસોની વ્યવસ્થા કરી નહીં. અમે 15 હજારથી વધુ બસોની વ્યવસ્થા કરી. ઔરેયા અકસ્માત પર રાજકારણ ખેલાયું. કોંગ્રેસ શાસિત રાજ્યોએ કોરોના સંક્રમણ વધાર્યું છે.
સીએમ યોગીએ વાતચીત દરમિયાન કહ્યું કે કોરોના સામે લડવાની રણનીતિ બનાવી. યુપીમાં કોરોનાના દર્દીઓ માટે એક લાખ બેડ છે. યુપીમાં 15 લાખ લોકો માટે ક્વોરન્ટાઈન સેન્ટરો છે. કોરોના સદીની સૌથી મોટી આફત છે. 3 કરોડ 56 લાખ મહિલાઓના ખાતામાં પૈસા જમા કરાવવામાં આવ્યાં. 18 કરોડ લોકોને અનાજ અપાયું. 86 લાખ લોકોના ખાતામાં એક એક હજાર ટ્રાન્સફર કરાયા.
સીએમ યોગીએ આગળ પણ સાવધાન રહેવાની સલાહ આપતા કહ્યું કે તમામ લોકો ધ્યાન રાખે કે જાહેર સ્થળો પર જાઓ તો માસ્ક જરૂર પહેરો. યુપીમાં ધાર્મિક સ્થળો અને કોઈ જગ્યાએ 5થી વધુ લોકો ભેગા ન થાય. દિલ્હી એનસીઆરમાં અવરજવર પર પ્રતિબંધ છે. અવરજવરથી સંક્રમણનું જોખમ વધે છે.
Corona: WHOએ 'આયુષ્યમાન ભારત' યોજનાને બિરદાવી, આપ્યું મહત્વનું નિવેદન
કાર્યક્રમની શરૂઆતમાં સૌથી પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાગ લેશે. કોરોના સંકટથી પ્રદેશને કેવી રીતે તેમણે બચાવ્યો અને કેવી તૈયારીઓ કરી તેના પર પોતાની વાત રજુ કરશે. એટલે કે કોરોના સામે લડવામાં યોગી 'મોડલ' શું હતું તેની વિસ્તૃત જાણકારી આપશે.
'સપ્ટેમ્બર' સુધીમાં કોરોના મહામારીનો ભારતમાં આવશે અંત, નવા રિપોર્ટમાં કરાયો દાવો
કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડા, ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત, અલ્પસંખ્યક મામલાઓના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર પણ ભાગ લેશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube